મીઠી રોહરની સીમમાંથી 5200 લિટર બેઝઓઇલ જથ્થો ઝડપાયો

ગાંધીધામ તાલુકાનાં મીઠી રોહર ગામની સીમમાંથી પોલીસે 5200 લિટર બેઝઓઇલ જથ્થો ઝડપાયો હતો. આ દરોડામાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા કુલ રૂ. 13.53 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મીઠી રોહર ગામની સીમમાં એક વાડામાં અંજારના સાગર મહેશભાઇ જોષી તથા સુફિયાન મુસતાકભાઈ બાયડ પોતાના વાડામાં પ્લાસ્ટીકની ટાંકીઓમાં બેઝ ઓઇલની જથ્થો સંગ્રહ કરીને અન્ય વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરે છે. તેથી પોલિસ દરડો પાડતા વાડામાં નાની-મોટી પ્લાસ્ટીકની ટાંકીઓ જોવા મળી હતી. તેની પાસે ટ્રક પાર્ક કરેલી હતી. જેની ટાંકીમાં નોઝલ પાઇપ નાખેલો હતો, આરોપી પાસે પોલીસે બેઝ ઓઇલના આધાર-પુરાવા માંગતા આરોપીઓએ કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા. આ ઉપરાંત આરોપીઓ સામે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.