સમગ્ર કચ્છમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે ત્યારે છેવાડાનો લખપત તાલુકો પણ છેલ્લા 15 દિવસથી’ તાવ-શરદીના ભરડામાં સપડાયો છે.

તાલુકામાં ઝીણા જંતુ અને મચ્છરનો ઉપદ્રવ હાલમાં અતિશય વધ્યો છે. અગાઉ વરસાદ પડી ગયા બાદ ડીડીટી છંટકાવ કરાતો, હવે છંટકાવ દેખાતો નથી, પરિણામે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે અને લોકો પીડાઇ રહ્યા છે.હાલમાં `તલ’થી’ નાની જીવાત નીકળી છે, જે મચ્છરથી પણ વધારે ચટકો ભરે છે. પાછી તે સૂક્ષ્મ હોતાં દેખાતી નથી. લોકોની આંખોમાં પાણી આવવું, માથું દુ:ખવું, હાથ-પગના’ સાંધા દુ:ખવા જેવી બીમારીઓ વધી છે. દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોઇ જાગૃતિ ફેલાવવી કે મચ્છરજન્ય રોગોને આવતા અટકાવવાના પ્રયત્નો જ નથી કરાતા. ફક્ત સગર્ભા મહિલાઓને સરકાર મચ્છરદાની આપે છે અને મચ્છરદાનીનો ઉપયોગ પણ કેટલીક જગ્યાએ’ માછલાં પકડવાની જાળ તરીકે કે ખેતરમાં ફેન્સિંગ તરીકે ઉપયોગમાં લેવાતી હોવાના દાખલા બહાર આવ્યાની ચર્ચા સંભળાય છે. ખરેખર તો ડીડીટી છંટકાવ, બંધિયાર પાણીમાં’ ગપી માછલી નાખવી કે અન્ય ઉપાયો કરવા જરૂરી છે. બીજી બાજુ, દયાપર ખાતે બાળ નિદાન કેન્દ્રમાં નાનાં બાળકોને લઇ આવવા-મૂકવા , ખિલખિલાટ વાહનનો ઉપયોગ થતો હાલમાં રાજ્ય સરકાર દ્વારા તમામ જગ્યાએ આ વાહનનો આવો ઉપયોગ કરવા પર’ રોક આવી ગઇ છે. અન્ય તાલુકાઓમાં તો લોકો દરરોજ પોતાનાં વાહન કે ખાનગી વાહનો દ્વારા બાળકોને બાલ કેન્દ્ર સુધી લઇ?આવશે, પરંતુ લખપત તાલુકામાં ખિલખિલાટ સેવા બંધ થતાં બાળકોની દૈનિક સંખ્યા ઘટી રહી છે. કુપોષિત બાળકો માટે આ કેન્દ્રમાં પ્રોટિનયુકત જમવાની તમામ વ્યવસ્થા હોય છે. આ બાબતે લખપત તાલુકાના કિસ્સામાં થોડી-ઘણી છૂટછાટ અપાય તેવી પણ માગણી થઇ રહી છે. ‘