દિવાળીની ઉજવણી કરવા ભુજની વેપાર-વાણિજ્યની ધોરી નસ સમાન ઐતિહાસિક શરાફ બજારને રોશનીથી સજાવટ કરાઇ

કોરોનાના કપરા સમય બાદ ફરી હર્ષોલ્લાસથી દિવાળી મનાવવા શરાફ બજાર, કંસારા બજાર, વાસણ બજાર અને સોના-ચાંદી વેપારી મિત્રમંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કરના હસ્તે રિબિન કાપી-સ્વીચ ઓન કરી શરાફ બજારને રોશનીથી ઝળહળતી કરી હતી.આ અવસરે વ્યાપારીઓને પ્રોત્સાહિત કરવા કચ્છની હેરિટેજ સમાન આ બજારને ધબકતી કરવા તેમજ કોરોના બાદના ભય ઉદાસીને દૂર કરવાના પ્રયાસરૂપ નગરપાલિકાના ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસ, સુધરાઇ સભ્યો, અનિલ છત્રાળા, ધીરેનભાઇ લાલન વગેરે હાજર રહ્યા હતા.’