જામનગર શહેરમાં દિવાળી ટાંકણે જ એકાએક શનિવારે કોરોનાનો વિસ્ફોટ થતાં એકસાથે એક જ દિવસમાં પાંચ પોઝિટિવ કેસ નોંધાતા ભારે હડકંપ મચી ગયો

copy image

જામનગર શહેરમાં એક સપ્તાહના વિરામ પછી શનિવારે કોરોના વિસ્ફોટ થયો છે. દિવાળીના ટાકણે જ શહેરમાં એકી સાથે પાંચ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જામનગરના એસ.ટી રોડ પર ખાનગી દવાખાનું ચલાવતા એક તબીબ અને તેના પત્ની ઉપરાંત તેના માતા-પિતા અને બાળક સહિત પાંચ વ્યક્તિના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં ભારે હડકંપ મચી ગયો છે.
 ખાનગી તબીબના પિતાને બે દિવસ પહેલા તાવની બિમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ શનિવારે તેઓ ઘણા સ્વસ્થ થયા છે. જેઓનો અને સમગ્ર પરિવારનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પાંચેય સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જોકે તબીબ અને તેમના પત્ની તથા માતા અને પુત્ર વગેરેમાં ખૂબ જ નોર્મલ લક્ષણો દેખાયા હતાં. દિવાળી ના સમયમાં જ કોરોના ની એન્ટ્રી થઈ જતા જામનગરના આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ છે અને લોકોએ પણ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી બન્યું છે.
 જામનગરની ખાનગી હોસ્પિટલના એક તબીબના પરિવારના પાંચ વ્યક્તિ કોરોનાગ્રસ્ત બન્યા છે. જેમાં તબીબના પિતાને પ્રથમ તાવ આવ્યો હતો અને ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અને ઓક્સિજન લેવલ ઘટતા જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઓક્સિજન સાથે ની સારવાર ચાલી રહી છે. જ્યારે તબીબ અને તેમના પત્ની, માતા, બાળકને કોરોના હળવા લક્ષણો હોવાને કારણે હોમ આઇશોલેશન કરાયા છે. જામનગરમાં એક સપ્તાહના વિરામ પછી શનિવારે કોરોના વિસ્ફોટ થયો છે. શહેરના એસ.ટી રોડ પર ખાનગી દવાખાનું ચલાવતા એક તબીબ અને તેના પત્ની ઉપરાંત તેના માતા-પિતા અને બાળક સહિત પાંચ વ્યક્તિના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં ભારે હડકંપ મચી ગયો હતો. જેમાં પાંચેય સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. જેના કારણે શહેરભરમાં ભારે ચકચાર મચી હતી. દિવાળી ટાંકણે એકસાથે પાંચ કેસ આવતા શહેરીજનોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી. જો કે, રવિવારે કોરોનાનો કોઇ નવો કેસ ન નોંધાતા રાહતની લાગણી ફેલાઇ હતી. એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતાં.