મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે ધોરડો ખાતે સેનાના જવાનો સાથે દિવાળી પર્વ મનાવશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે કચ્છની મુલાકાતે છે. તેઓ કચ્છના ધોરડો ખાતે સરહદી વિસ્તારમાં હંમેશા સરહદ પર આપણા દેશની રક્ષા કરતા આર્મી, BSF, એરફોર્સ, એસ.આર.પી,  કોસ્ટ ગાર્ડના જવાનો તેમજ ગુજરાત પોલીસ અને NCC સાથે ત્રિરંગા થીમ પર આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે તેમજ જવાનોને દિપાવલીના પર્વ નિમિત્તે મીઠાઈ આપીને શુભેચ્છાઓ પાઠવશે. સાંજે ૪ કલાકથી  શરૂ થનાર આ કાર્યક્રમના પ્રસંગે મુખ્યમંત્રીની સાથે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, માર્ગ અને મકાન વિભાગ મંત્રી પૂર્ણેશભાઇ મોદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી વગેરે ઉપસ્થિત રહેશે.