સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા ધન્વન્તરી જયંતિ તથા છઠ્ઠા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઈ

આયુષ મંત્રાલય, ભારત સરકાર તેમજ નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના નિર્દેશાનુસાર આઝાદી કા અમૃત મહોત્સવ તથા છઠ્ઠા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” ઉજવણી પર્વ નિમિત્તે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આ સાથે તારીખ ૨૫-૧૦-૨૦૨૧થી ૦૨-૧૧-૨૦૨૧ સુધી સતત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ તથા ભુજ હાટમાં ચાલી રહેલ મેળામાં તારીખ ૨૯-૧૧-૨૦૨૧થી ૦૨-૧૧-૨૦૨૧ સતત ૫ દિવસ અમૃતપેય ઉકાળા કેમ્પ તથા જન્મથી ૧૨ વર્ષ સુધીના બાળકોના શારીરીક માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ તથા ઔષધી વનસ્પતી ચાર્ટ પ્રદર્શન તથા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તા.૨/૧૧/૨૧ (ધનતેરસ) ધન્વન્તરી જયંતિ તથા છઠ્ઠા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ પર્વ નિમીત્તે અત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે ધન્વંતરી જયંતિ પર્વ ઉજવણીનું આયોજન વૈદ્ય પંચકર્મ વર્ગ-૧ વૈદ્ય બર્થા પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું તથા ચાલુ વર્ષના થીમ આયુર્વેદ ફોર ન્યુટ્રીશનને લઈ પોષણક્ષમ વાનગીઓનું પ્રદર્શનનું અત્રેની કચેરી સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા સરકારી આયુર્વેદ હોસ્પિટલ  ભુતપુર્વ વૈદ્ય પંચકર્મ કમલેશભાઈ જોશી તથા ભુજ બી.એ.એમ.એસ. ડોક્ટર્સ  એસોશીયેશનના વૈદ્ય રામભાઈ ગઢવી, વૈદ્ય મેહુલસિંહ ઝાલા, વૈદ્ય અમીત ત્રીપાઠી, વૈદ્ય અનિલ મજેઠીયા, વૈદ્ય વર્ષા મજેઠીયા વૈદ્ય આલાપ અંતાણી તથા વૈદ્ય મિત્રો તેમજ અન્ય સ્નેહીજનોએ  ઉત્સાહપુર્વક ભાગ લીધેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ના ડો. ઉર્વશી મોદી, ડો પાવન ગોર, રેખાબેન સોરઠીયા, ક્રિષ્નાબેન ગોર, મીત ભીંડે, વૈભવીબેન બારોટ તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.