પૂર્વ કચ્છ જીલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચિતિંગના ગુના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ, ભુજ

પોલીસ મહાનિરીશક જે.આર. મોથાલિયા સરહદી રેન્જ ભુજ, તથા પોલિસ અધીક્ષક સોરભ સિંધ નાઓએ ગુનાના કામે લાંબા સમયથી નાસતા ફરતા તેમજ પેરોલ ફરારી આરોપીઓને પકડવા સૂચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગોહિલનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રતનશીલ હતા. દરમિયાન આજરોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ ભુજના કર્મચારીઓની એક ટિમ ભુજ શહેર/તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે ભરોસા પાત્ર બાતમી હકીકત મળેલ કે, સાલે અલી સામા રહે,ધ્રોબાણા તા.ભુજ વાળો પૂર્વ કચ્છ જીલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચિટિંગના ગુના કામે પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય અને હાલે સદરહુ આરોપી એક સફેદ કલરની અલ્ટો કાર રજીસ્ટ્રેશન નં. જીજે.૧૨.ડીએસ.૩૦૪૩ વાળી લઈને ધ્રોબાણા ગામથી ભુજ તરફ આવી રહેલ છે. જે મળેલ ચોકકસ અને ભરોસા લાયક બાતમી હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ આવી તપાસ કરતાં હકીકત મુજબનો ઈસમ વાળો હકીકત વાળી જગ્યાએ હાજર મળી આવતા અને સદરહુ આરોપીની પૂછ-પરછ કરતા પોતે પૂર્વ કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૯૯૩૦૩૨૧૧૩૨૯,આઈ.પી.સી કલામ -૪૦૬,૪૨૦,૧૧૪ વગેરે ગુના કામે અંજાર પોલીસ સ્ટેશન ખાતે હજાર થયેલ ન હોવાની કબૂલાત કરતો હોય જેને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ભુજ શ્હેર બી ડિવિઝન પો.સ્ટે સોંપવામાં આવેલ છે.