ભુજ તાલુકામાં એક કોરોના સંક્રમિત વધ્યો

દિવાળીના સપરમા તહેવારોના પ્રારંભ ટાંકણે કોરોનાએ કચ્છનો કેડો ન મૂક્યો હોય તેમ ભુજ તાલુકામાં વધુ એક સંક્રમિત વધતાં સંક્રમણે પોતાની હાજરી પુરાવવાનું જારી રાખ્યું હતું. ભુજ તાલુકામાં નવો એક કેસ નોંધાયો તેની સામે ભુજ-ગાંધીધામમાં 1-1 મળી બે દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસ ચાર પર અટક્યા હતા. કોરોનાના જારી રહેલા દોર વચ્ચે રસીકરણમાં મોટો ઘટાડો’ જોવા મળ્યો છે. ગાંધીધામમાં 703, નખત્રાણામાં 678, અંજારમાં 683, ભુજમાં 659, ભચાઉમાં 664, મુંદરામાં 580, માંડવીમાં 439, રાપરમાં 393, અબડાસામાં 135 અને લખપતમાં 111 મળી 5045 લોકોને રસી આપવામાં આવી હતી.’