ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છની સરહદે સૈન્યના જવાનોને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી

 આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  કચ્છની સરહદ પર માતૃભૂમિના રક્ષા કરતા બીએસએફના જવાનોને મીઠાઈ આપી દીપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આપણે સૌ જ્યારે ઘરે તહેવારોનો આનંદ લેતા હોઈએ ત્યારે સૈન્યના જવાનો તેમના પરિવારથી દૂર સરહદ પર આપણી માતૃભૂમિની રક્ષા કાજે દિન રાત જોયા વિના તૈનાત હોય છે ત્યારે મંત્રીઓ તેમની સાથે આત્મિયતા કેળવીને  દિપાવલી મનાવી રહ્યા છે  જે અન્વયે ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છની બી.ઓ. પી. ખરદોઇ સરહદ પર ૭૪  બટાલિયનના  બીએસએફ ના જવાનો સાથે જઈ તેમને મીઠાઈ આપી દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની સાથે સંવાદ યોજી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. આ તકે ૭૪બટાલિયાન કમાન્ડો અવિનાશજી એ કચ્છની સરહદ વિશે મંત્રીને વિગતે માહિતગાર કર્યા હતા.  આ તકે મંત્રી સાથે કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા,  અગ્રણીસર્વ રત્નાકરજી,  પ્રદીપસિંહ વાઘેલા,  દિલીપભાઈ દેશમુખ,  તાપસ શાહ,  રાહુલ ગોર,  શૈલેન્દ્રસિંહ જાડેજા, ડો. મુકેશ ચંદે,  ધવલ આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાળો ડુંગર ખાતે દત્તાત્રેય ભગવાનના ચરણોમાં શિશ ઝૂકાવી આશિષ મેળવ્યા હતા. જ્યાં પણ અગ્રણીઓ સાથે મંદિરના ટ્રસ્ટી હીરાલાલ રાજેન્દ્ર પણ જોડાયા હતા.