રાપરમાં આઇસર અડફેટે બાઇક સવાર બે આશાસ્પદ યુવાનના મોત

રાપરના ત્રંબો ચોકડી નજીક બાઈક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનો ના મોત નીપજતા ગમગીની વ્યાપી હતી જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર રાપરના ત્રંબો ચોકડી થી આગળ રાપર – નંદાસર રોડ ક્ને ઈંટો ના ભઠા વાળી ગોલાઈ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા આશાસ્પદ બે યુવાનોનુ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. મોડી સાંજે સાડા સાતની આસપાસ આઈસર ટેમ્પો નંબર જી જે-12- બીવી 2549 નંદાસર બાજુ થી આવી રહ્યો હતો જેને સામે આવતી સાઈન કંપની ની બાઈક જીજે – 12- સીએચ- 5151 ને ધડાકા ભેર અથડાવતા બાઈક ચાર ફૂટ ઊંચે ઉડી હતી જેમાં મૂળ સઇ ગામના અને હાલે રાપર ડાંભુડા રોડ નજીક તાલુકા પંચાયત આગળ રહેતાં પરબતભાઈ ડામાભાઈ સમૈયા( ઉ. વ.36) અને રાપરના પાંજરાપોળની પાછળ રહેતાં રામજીભાઈ મનજીભાઈ પરમાર ( ઉ. વ.22) નુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે બનેની લાશો એકમેકમાં ચોંટી જતા મહા મુસીબતે અલગ કરાઈ હતી તો બાઈક ના ફુરચા બોલી ગયાં હતાં જેમાં બાઈક ના બને ટાયરો અલગ અલગ થઈ ગયાં હતાં.