પડાણા પાસે બાઇક સ્લીપ થતાં બાઇક ચાલકનું મોત, 1ઘાયલ

  મુળ વેસ્ટ બંગાળના હાલે પડાણા નજીક જવાહરનગરમાં રહેતા 21 વર્ષીય સમસુલ તોમસેર શેખ તા.1/10 ના રાત્રે તેઓ પોતાના રૂમે હતાત્યારે તેમનો મિત્ર હબીબઉર મીલમસારામ મંડલ તેમના ઘરે બાઇક લઇને આવ્યો હતો અને વરસાણા ત્રણ રસ્તા સુધી ફરી આવીએ તેમ જણાવતાં તેઓ બન્ને નિકળ્યા હતા. પરંતુ પરત ફરતી વેળાએ જવાહરનગર પાસે બાલાજી કાંટાના સર્વીસ રોડ પર અચાનક હબીબે કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ થયું હતું જેમાં હબીબનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને તેમને ડાબા હાથે ફ્રેક્ચર સહીતની ઇજાઓ પહોંચી હતી.