બીજા દિવસે કોરોનાએ પોતાની હાજરી પુરાવી છે

ભુજ શહેરના જ્યુબિલી સર્કલ પાસે આવેલી એક સોસાયટીમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધે શહેરનીખાનગી લેબમાં કરાવેલો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંક્રમિત વૃદ્ધની બહારગામની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું જાણવા મળ્યું છે.નોંધનીય છે કે, ચારેક દિવસ પૂર્વે ભુજમાં એક દંપતી કોરોના સંક્રમિત થયું હતું. વિતેલા અઠવાડિયામાં જિલ્લામાં કોરોનાના છ કેસ નોંધાયા છે.આ તરફ રસીકરણના આંકમાં તહેવારોની ઉજવણીની અસર દેખાઇ રહી હોય તેમ રસી લેનારાઓની સંખ્યા સતત ઘટી રહી છે. ગાંધીધામમાં 865, ભુજમાં 489, અંજારમાં 375, માંડવીમાં 319, નખત્રાણામાં 351, રાપરમાં 260, ભચાઉમાં 249, મુંદરામાં 239, તો અબડાસામાં 10 અને લખપતમાં માત્ર 4 મળી 3161 લોકોને રસી આપવામાં આવી હતી. જિલ્લાના કુલ રસીકરણનો આંક 13.14 લાખે પહોંચ્યો છે.’