કચ્છના શહેરોમાં કરિયાણા-મિઠાઈની દુકાનોમાં વજનમાં ગોલમાલ કરતાં વેપારીયોને રૂ. 2.68 લાખનો દંડ

ભુજ,અંજાર, અને ગાંધીધામ કરિયાણા-મીઠાઇની દુકાનોમાં ચેકિંગ કરી તોલમાપ વિભાગે 2.68 લાખનો દંડ ફટકાર્યો હતો. દિવાળીના તહેવાર ટાણે ગ્રાહકોની ભારે ભીડ રહે છે, ત્યારે વેપારીઓ ગ્રાહકો ને છેતરી જતાં હોય એવા અનેક બનાવો સામે આવે છે તે માટે ભુજ,અંજાર, અને ગાંધીધામ મથકોએ મીઠાઇનો ભારે ઉપાડ થાય છે, તો કરિયાણાની દુકાનમાં ડ્રાયફ્રુતનું વેચાણ વધી જાય છે. મીઠાઇના વજન કાંટામાં ગોલમોલ કરી ગ્રાહકોને ઓછું વજન આપતા મીઠાઈના વેપારીઓ દંડ ભોગ બન્યા હતા. મીઠાઈના તેયાર બોક્સમાં ઓછું વજન જણાવ્યુ હોવાથી તેમણે પર દંડ કરાયો હતો.