તહેવારોના દિવસે બજાર સહિત જાહેર રસ્તાઓ ઉપર આંટા ફેરા કરતા રખડતા ઢોરો કોઈ પરિવારની દિવાળી બગાડે તેમ છે

ભુજ શહેરવાસીઓ અને જાગૃતો દ્વારા શહેરમાં રખડતા ઢોરોને પાંજરે પુરવા અનેક વખત મૌખિક અને લેખિત રજુઆતો કરવા છતા પાલિકા દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરાતી નાથી. ચોમાસા બાદ રખડતા ઢોરો વાધી જતા હોય છે ત્યારે દિવાળી ટાંકણે વાણિયાવાડ, બસ સ્ટેશન પાસ, સ્ટેશન રોડ, ભીડ સહિતના સૃથળે જોવા મળતા રખડતા ઢોરો જોખમ સર્જે તેમ છે અને કોઈ પરિવારની દિવાળી બગાડે તેમ છે. દિવાળીના તહેવારને લઈને લોકો ખરીદી કરી પરિવાર સાથે ટુ વ્હીલર ઉપર પરત ફરતા હોય છે આ વેળાએ આ ઢોરો રૃકાવટ ઉભી કરતા હોય છે જેાથી અકસ્માત સર્જાય તેવી સિૃથતી ઉભી થતી હોય છે. બાઈક પર નાના બાળકો પણ હોય છે.ત્યારે, પાલિકા દ્વારા રખડતા ઢોરના માલિકો સામે પોલીસ કાર્યવાહી કરવી જોઈએ જેાથી બીજી વખત ઢોરોને રખડતા ન મુકે. ભુતકાળમાં પણ અવારનવાર ઢોરોની હડફેટે આવવાથી ઈજા થવાના બનાવો પણ બન્યા છે. ભુજના માર્ગો પર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૃપ છે. ત્યારે, દિવાળીના દિવસોમાં કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે પકડવાનું અભિયાન શરૃ કરવુ જોઈએ.