ભુજમાં ખરી નદી રોડ પર આવેલ નર્સરીમાં જાહેરમાં ધાણીપાસનો જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા.
તા : ૧૭.૬.૧૮ : નો બનાવ
ભુજ શહેરમાં આવેલ ખરી નદી રહિમ નગર રોડ ઉપર આવેલ નર્સરીમાં ૧) રમજુ અબ્દ્રેમાન જીએજા(ઉ.વ.૩૯) , ૨) સદામ રમજાન સીદી ( ઉ.વ.૨૯), ૩) સમીર હસન આરબ (ઉ.વ.૨૬), ૪) મોજમઅલી મોહમ્મદ અલી શેખ (ઉ.વ.૪૩), ૫)સતાર રસીદ મેમણ (ઉ.વ.૨૪), ૬) લીયાકત રમજાન સુરંગી (ઉ.વ. ૩૯)નામના આરોપીઓએ જાહેરમાં ગેરકાયદેસર રીતે ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રૂપિયા ૬૧૮૦/- તથા ધાણીપાસા નંગ-૨ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાઈ જઈ ગુનો કરેલ છે.જેની ફરિયાદ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.