ભુજમાં શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ભુજ રેલવે સ્ટેશન નજીક આવેલ ચૌહાણ ટી પાસે કાર્યવાહી કરીને પોલીસે હરિયાણાના રહેવાસી અને હાલે અબડાસાના ગઢવાડા ગામે રહેતા તરૂણ સતપાલ આનંદ પાસેથી હરિયાણા બનાવટની શરાબની ત્રણ બોટલો અને મોબાઈલ તેમજ બાઇક મળી 26,000 નો મુદમાલ જપ્ત કર્યો હતો. જ્યારે રેલવે સ્ટેશન નજીક આવેલી કિલક હોટલની બહાર મુળ રાજસ્થાનના અને હાલે બાપાદયાળુનગરમાં રહેતા વિક્રમસિંધ રમેશસિંધ શેખાવતના કબજામાંથી શરાબની એક બોટલ મળી આવી હતી. બંને શખ્સો સામે ભુજ બી ડિવિઝનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ બાબતે ભુજ બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.