રણછોડનગર નજીક વરલીના આંકડાનો જુગાર રમતો ઈસમ ઝડપાયો
 
                
શહેરના રૈયા રોડ પાસે કૈલાશધારા પાર્ક અને મોરબી રોડ જકાતનાકા નજીક આર.કે.ડ્રીમલેન્ડ બિલ્ડિંગ પાસે જાહેરમાં મોબાઈલ આઈડી મારફત જુગાર રમી રહેલા બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પડી તેમની સામે કાયદેસરની તપાસ કરી હતી. જાણવા મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વી.જે.જાડેજા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન રૈયા રોડ પર કૈલાશધારા પાર્ક શેરી નંબર 1માં રહેતા અને મોબાઈલ રિચાર્જનું કામ કરનાર નીરજ ઉર્ફે બાદશાહ પ્રવીણભાઈ તન્ના નામનાઇસમને મોબાઈલ આઈ.ડી મારફત જુગાર રમતા પકડી પાડી તેની પેથી સેમસંગ અને એપલ કંપનીના ફોન, રોકડ સહિત રૂ. 2,21,500 મુદામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ કરી હતી. જ્યારે પીએસઆઈ એમ.એમ.ઝાલા તથા તેમની ટીમે મોરબી રોડ પર જકાતનાકા નજીક આર.કે ડ્રીમલેન્ડ 2 નામના બિલ્ડિંગની બહાર જાહેરમાં મોબાઈલ આઈ.ડી મારફત ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા મયુર કિશોરભાઇ વિરાણીને પકડી પાડી તેની પાસેથી રોક્ડ રૂ. 4000 અને 3 મોબાઈલ સહિત રૂપિયા 20 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બી ડિવિઝન પોલ્સ સ્ટેશનના સ્ટાફે શહેરના કુવાડવા રોડ રણછોડનગર બગીચા નજીક જાહેરમાં વરલીનો જુગાર રમતા જાવીદ અસરફભાઈ ટાંકને પકડી પાડી તેની પાસેથી રૂ. 1880 જપ્ત કર્યા હતા.
 
                                         
                                        