ખંભાળિયા ધોરીમાર્ગ પર પાટીયા પાસે સિક્કાની લૂંટના ગુનામાં ચારેક વર્ષથી ફરાર ઇસમને ઝડપી પાડ્યો

ખંભાળિયા ધોરીમાર્ગ પર લાખાબાવળના પાટીયા નજીક સિકકા પોલીસે વોચ ગોઠવી લૂંટના ગુનામાં ચારેક વર્ષથી પલાયન બોટાદના વતની રાજકોટમાં રહેતા એક ઈસમને પકડી પાડ્યો  હતો. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર તાલુકાના સિકકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017ની સાલમાં એક લૂંટનો ગુનો નોંધાયો હતો.જે કેસમાં પોલીસ તપાસમાં ઈસમ ઇલીયાસ ઉર્ફે મોન્ટુ મુનીરમહમદભાઇ કુરેશી (રે.બોટાદ)વાળાનુ નામુ ખુલ્યુ હતુ. જે ઈસમ છેલ્લા ચારેક વર્ષથી નાસતો ફરતો રહ્યો હોવાનુ જાહેર થયુ હતુ.જે દરમિયાન સિકકાના પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમએ ટેકનીકલ સર્વેલન્સના આધારે ઇસમોઓની હાજરી,સરનામા અને હરકત વિશે માહિતી રાખીને ઈસમ જામનગરથી ખંભાળિયા તરફ જઇ રહયો હોવાની બાતમી પરથી લાખાબાવળ પાટીયા નજીક વોચ ગોઠવી ઈસમ ઇલીયાસ ઉર્ફે મોન્ટુને ઝડપી લીઘો હતો.જે ઈસમના કોવિડ પરીક્ષણ સહિતની કાર્યવાહી બાદ વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસ કાર્યવાહીમાં ઝડપાયેલા ઈસમની ચારેક વર્ષ પુર્વેના એક મોબાઇલ-રોકડની લૂંટમાં સંડોવણી ખુલી હોવાનુ જાહેર થયુ હતુ.