અંજારમાં સુગારિયા ફાટક પાસે મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ

અંજારમાં સુગારિયા ફાટક નજીક મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપનો બનાવ બનવા પામ્યો હતો. સાંજના અરસામાં સુગારિયા ફટકથી આગળ બિજલપીર મંદિર નજીક બનાવ બન્યો હતો. રાજેશભાઈ જીવાભાઇ ચાવડાએ અંજાર પોલીસમાં જણાવ્યું કે, તેમના પત્નીના ગળામાં પહેરેલ સોનાની એક તોલાની 20 હજારની કિંમતની ચેઇન કોઈ ત્રણ અજાણ્યા શખ્સો પુર ઝડપે બાઈકમાં આવીને ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરીને નાસી ગયા હતા. ગામમાં ફાટક નજીલ બનેલી આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.