સરધાર ગામની વાડીના મકાનમાંથી 25 હજારની કિંમતનો અંગ્રેજી શરાબ ઝડપાયો

સરધાર ગામથી સુકી સાજડીયાળી ગામ તરફ જતાં રસ્તા પર આવેલી જોનીશ કાનાભાઇ પરમારની વાડીમાં આવેલા ઘરમાં આજી ડેમ પોલીસે દરોડો પાડી રૂ.25,000 ની કિંમતની અંગ્રેજી શરાબની 63 બોટલ સાથે પ્રવીણ કેશુ કુકડિયાને પકડી પાડ્યો હતો. વાડી માલીક જોનીશ સ્થળ પર હજાર ન મળતા તેને શોધી કાઢવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.