રાજસ્થાનમાં જયપુરના ચાર વેપારીઓ દ્વારા સુરતના વેપારી સાથે 13.35 લાખની ઠગાઇ
 
                
રાજસ્થાનના જયપુરના ચાર વેપારીઓએ સુરતના વેપારી સાથે 13.35 લાખની ઠગાઇ કરતાં પોલીસ ફરિયાદ લખાવાઈ છે. 30 દિવસમાં પૈસા આપવાના વચનો આપી શર્મા પરિવારે કાપડ ખરીદ્યું હતું.ઉધારીમાં ડ્રેસ મટીરીયલનો માલ ખરીદ્યો હતો.પુણા પોલીસે જણાવ્યું હતું કે, રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની અને હાલ સારોલી બિંદલ હાઉસમાં રહેતા રામ અવતાર મોહનલાલ શર્મા બિદલ હાઉસમાં જ પોતાની કાપડની દુકાન ધરાવે છે. રાજસ્થાન જયપુરના સીતાપુર ઈન્ડસ્ટ્રીઝ એરીયા ઈપી 5 ગારમેન્ટ ઝોનમાં કાપડનો વેપાર કરતા શ્યામ કુમાર હર્ષા, રીટાબેન હર્ષા, મેઘનાબેન હર્ષા અને અખિલેસ હર્ષા આયે ઉધારીમાં ડ્રેસ મટીરીયલનો માલ ખરીદ્યો હતો.રામ અવતાર શર્માને 30 દિવસમાં નાણાં ચૂકવવા હર્ષા પરિવારના ચાર સભ્યોએ જવાબદારી આપી હતી. જોકે 30 દિવસમાં વાયદા પ્રમાણે રામ અવતારભાઈને પૈસા નહીં ચૂકવી 13.35 લાખની ઠગાઇ કરતા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવવાનો વારો આવ્યો હતો. રામ અવતાર ભાઈએ એક ફેમિલીના 4 વેપારીઓ સામે ફરીયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
 
                                         
                                        