જામનગર પાસે GIDCમાં યુવાન પર ઘોકા વડે હુમલો

જામનગર પાસે દરેડમાં રહેતા શ્રમિક યુવાન પર લાકડાના ઘોકા વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ઇજાઓ કરેલી હોય તેવી ફરીયાદ થઇ છે. ભોગગ્રસ્તને એક યુવતિ સાથે બોલવાનો સંબંધ હોય જે શખ્સ પરીવારજનને પસંદ ન પડતા આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરની ભાગોળે દરેડ જીઆઇડીસીમાં રહેતા અને મજુરીકામ કરતા હિતેશભાઇ કમલેશભાઇ શુકલા નામના યુવાને પોતાના પર લાકડાના ઘોકા વડે હુમલો કરી બંને પગ તથા હાથમાં ફ્રેકચર સહિતની ઇજા પહોચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સીટી એ પોલીસમાં રાહુલ પ્રેમજી કણજારીયા, મહેન્દ્ર પ્રેમજીભાઇ કણજારીયા, પારસ ખાણધર અને કુલદિપ સામે ફરીયાદ લખાવાઈ છે. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે તાકીદે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરીને હુમલાખોરોની શોધખોળ સાથે આગળની વધુ તપાસ હાથ ધરી છે.