અંજારમાં લેન્ડગ્રેબિંગના નાસતા ફરતા બે શખ્સોની ધરપકડ
 
                
અંજારમાં લેન્ડગ્રેબિંગના નાસતા ફરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા.અંજાર તાલુકાના મેઘપર કુંભારડીની કોરારવાંઢમાં રહેતા હનીફ પીરા કોરાર અને આલમ હાજી કોરાર વિરુદ્ધ થોડા મહિના પહેલાં લેન્ડગ્રેબિંગ (જમીન પચાવી પાડવા) અંગેનો ગુનો દાખલ કરાયો હતો. ત્યારથી આ બંને શખ્સો પોલીસના હાથમાં આવતા ન હતા. તે દરમ્યાન આ બંનેને વારાફરતી બાતમીના’ આધારે મેઘપર કુંભારડીમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ પ્રકરણની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
 
                                         
                                        