પાલનપુર-અમદાવાદ હાઈવે પર પીક-અપ ગાડી અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બે શખ્સને ઈજાઓ

પાલનપુર-અમદાવાદ હાઈવે પર રાત્રિ અરસામાં પીક-અપ ગાડી અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવામાં બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમજ પીક-અપ ગાડીમાં રહેલા દાડમ હાઇવે પર ઢોળાયા હતા. જેને લઈ ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે રાત્રિના અરસામાં પાલનપુર-અમદાવાદ હાઇવે પર દાડમ ભરેલી પિક-અપ ડાલા અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવામાં બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમજ અકસ્માતને પગલે પીક-અપ ગાડીમાં ભરેલા દાડમ પણ રસ્તામાં ઢોળાયા હતા, જેથી હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.