માંડવીમાં ટ્રકના સોદા બાદ 9.70 લાખની ઠગાઇ
 
                
માંડવીમાં અબડાસાના યુવક પાસેથી ટ્રકનો સોદો કરી નાણા કે ગાડી પરત નહી આપી ભુજના ઇસમે 9 લાખ 70 હજારની છેતરપીંડી વિશ્વાસધાત કરતાં માંડવી પોલીસ સ્ટેશનમાં ઈસમ વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ બનાવ ગત 13 જુન 2021ના રોજ માંડવીના આઝાદ ચોક ખાતે બન્યો હતો. અબડાસા તાલુકામાં રહેતા જયંતી નરશીભાઇ મહેશ્વરી સાથે ભુજના કોડકી રોડ પર રહેતા મામદ ઇસ્માઇલ સુમરા નામના ઇસમે ટ્રકનો સાદો કર્યો હતો.બાદમાં ફરિયાદીએ વારંવાર ગાડીના સોદા પેટેના બાકી નિકળતા રૂપિયા 9 લાખ 70 હજારની માંગણી કરતાં ઇસમ વાયદા આપતો રહ્યો હતો. છેલ્લા છ માસથી ઇસમએ ફરિયાદીને નાણા કે, ગાડી પરત ન આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં ઈસમ વિરુધ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. બનાવ અંગે પોલીસે નોંધ લઇ આગળના ચક્રો ગતિમાન કર્યા છે.
 
                                         
                                        