અંતરજાળમાં પોલીસે દરોડો પાડીને પીપળાના ઝાડ નીચે જુગાર રમતા 7 ઈસમોની અટક

પુર્વ કચ્છમાં જુગારના જુદા જુદા બનાવોમાં ગાંધીધામ તાલુકા અંતરજાળ ગામે પોલીસે દરોડો પાડીને પીપળાના ઝાડ નીચે જુગાર રમતા 7 ઈસમોની અટક કરી હતી જ્યારે રાપર તાલુકાનાં ઉમૈયા ગામે પોલીસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા 3 ઇસમોને પકડી પાડ્યા હતા. આદિપુર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ બપોરના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી, ત્યારે તાલુકાનાં અંતરજાળ ગામે પીપળાના ઝાડ નીચે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વિસ્તારમાં દરોડો પાડીને જુગાર રમતા સામજી દેવદાન જરૂ, રહે. અંતરજાળ, રમજાન ઉમર જોરયા, રહે. મણિનગર, આદિપુર, રાજેશ સામજી જરૂ, રહે. અંતરજાળ મહાદેવ દેવદાન મ્યાત્રા, રહે.અંતરજાળ, જયકિશન બચુમન નાવલાણી, રહે. સાતવાળી,આદિપુર,મુરજી જેઠા દેવીપુજન, રહે. અંતરજાળ અને સામજી ખીમજી જરૂ. રહે. અંતરજાળ ની અટક કરી હતી. ત્યારબાદ ઇસમો પાસેથી રોકડ રૂપિયા 10,200 નો મુદામાલ જપ્ત કર્યો હતો. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.