રાજકોટમાં ઓફિસના તાળા તોડી તસ્કરો 1.70 લાખની મતાની તસ્કરી
 
                
શહેરના રિંગ રોડ, બીગ બજાર નજીક આવેલા રાધેક્રિષ્ના આર્કેડ નામના ત્રીજા માળે લાખોના મતાની તસ્કરી થયાની જાણ થતા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તપાસમાં ત્રીજા માળે આવેલી આદિત્ય કોર્પોરેશન ટ્રેડિંગની ઓફિસમાં તસ્કરી થયાનું જાણવા મળ્યું હતું. તસ્કરોએ તાળા તોડી બધું વેરવિખેર કરી નાંખ્યુ હતુ.આ સમયે સરદારનગરમાં રહેતા પેઢીના માલિક મૌલિકભાઇ રાઠોડ હાજર હોય તેમને જણાવ્યું કે, ઓફિસના ખાનામાં એક લાખ રોકડા, બે મોબાઇલ અને 1 લેપટોપ મળી કુલ રૂ.1.70 લાખની મતાની તસ્કરી કરી ગયા છે. પોલીસે સીસીટીવી ચેક કરતા બે ઈસમ તસ્કરી કરીને બહાર જતા જોવા મળ્યા હતા. જેથી પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મૌલિકભાઇએ પોલીસને જણાવ્યુ હતુ કે, તેમના કૌટુંબિક ભાઇના લગ્ન હોય જુદા જુદા દરની રૂ.એક લાખની નવી ચલણી નોટ મંગાવી હતી. જે તસ્કરો તફડાવી ગયા છે.
 
                                         
                                        