જૂનાગઢ શહેરમાં એક દુકાનમાં કાઉન્ટર પરથી જ મોબાઈલની ઉઠાંતરી

જૂનાગઢ શહેરમાં એક દુકાનમાં પ્રવેશેલા એક ઇસમે કાઉન્ટર પરથી જ મોબાઈલની તસ્કરી કરી લીધી હોય. જેમની જાણ દુકાન માલિકને થતા આ ઈસમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ લખાવાઈ હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢમાં બજરંગ સોસાયટી જોષીપરા વિસ્તારમાં રહેતા અજેયભાઈ રાજેન્દ્રભાઈ ઉનડકરે પંચહાટડી ચોક વિસ્તારમાં આવેલ હોજીયરીની દુકાનનાં કાઉન્ટર પર મોબાઈલ રાખ્યો હોય.બાદમાં કાઉન્ટરપરથી જ કોઈ અજાણ્યો ઈસમ મોબાઈલની ઉઠાંતરી કરી ગયો હતો. જેથી અજયભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને ફરિયાદ લખાવી હતી. પોલીસે ફરિયાદનાં આધારે આ ઈસમને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.