ભેંસાણ પંથકનાં ગુંદાળી ગામે રસ્તા બાબતનાં મનદુ:ખને લઈ પાઈપ વડે હુમલો

ભેંસાણ પંથકનાં ગુંદાળી ગામે રસ્તા બાબતનાં કોઈ મનદુ:ખને લઈ મારામારી થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યારે જૂનાગઢમાં લાકડા લઈ જવા મુદ્દે મારમારી થતા પોલીસ ફરિયાદ લખાવાઇ હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ભેંસાણ પંથકનાં ધારી-ગુંદાળી ગામે રહેતા મીલનભાઈ રાઠોડનાં પિતા અને ગોવિંદભાઈ તેજાભાઈ, તેજાભાઈ માણસુરભાઈ, ગોરધનભાઈ નાથાભાઈ સાથે રસ્તા બાબતની કોઈ વાતને લઈ મનદુ:ખ ચાલતું હોય. જેથી આ ઇસમોએ મિલનનાં પિતા પ્રવિણભાઈને માર માર્યો હતો. તેમજ ધમકી આપી હતી. ઉપરાંત ગોવિંદે પ્રવિણભાઈ પર પાઈપ વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ લખાવાઈ હતી. જ્યારે જૂનાગઢમાં રહેતા હબીબખાન પઠાણે કાદરખાન સાબભાઈને કબ્રસ્તાનમાંથી લાકડા લઈ જવા મુદ્દે ઠપકો આપ્યો હતો. જેથી તેમને માર માર્યો હતો. ભુજખાને પાઈપ વડે હુમલો કર્યો હતો. જેથી આ ત્રણેય વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.