GACL કંપનીમાં ચોરી કરવા ઘુસેલો તસ્કર ઝડપાયા

અટાલી ગામે આવેલી જીએસીએલ કંપનીના કે. પી. મિકેનિકલ કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતાં શમસાદઅલી મોજાહિમમિયા સિદ્દીકી તેમની નોકરીએ હતાં. તે વેળાં સિક્યુરિટી અધિકારીએ તેમને જણાવ્યું હતું કે, જીએસીએલ કંપનીમાં તમારૂ કામ ચાલે છે ત્યાં એક ઈસમ ચોરી કરવા ઘુસ્યો હતો.જેને સિક્યુરિટી ગાર્ડ પકડી પાડ્યો છે. જેના પગલે તેઓ તુરંત સ્થળ પર પહોંચી તપાસ કરતાં પકડાયેલા ઈસમનું નામ અમિત કનૈયાલાલ રાજપૂત હોવાનું માલુમ પડયું હતું. ઇસમે કંપનીમાંથી 5 હજારની મત્તાનો એક એસએસનો દોઢ ઇંચનો બોલવાલ્વ એવા ત્રણ બોલવાલ્વની તસ્કરી કરી હતી. બનાવ ને પગલે તેમણે દહેજ પોલીસ અટેશને ફરિયાદ લખાવતા પોલીસે આરોપીનો કબજો મેળવી તેણે અન્ય કોઇ ચોરીઓને અંજામ આપ્યો છે કે કેમ, તેની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે