સુરેન્દ્રનગરના આંબેડકરનગરમાંથી દારૂ-બિયરનો જથ્થો પકડાયો, બોલેરો ગાડી સહિત રૂ. 8.09 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસે શહેરના આંબેડકરનગર-1 અને હનુમાનજીના મંદિર નજીકની ગલીમાં રેલ્વેના પાટા નજીક હિતેષ ઉર્ફે બોટી કનુભાઇ દલેરાના રહેણાંક મકાનના પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાએ જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવાની સુચના આપી છે. જેના આધારે પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.બી.સોલંકી, અને તેમની ટીમે ઉપરોક્ત જગ્યાએ જઈને દરોડો પાડ્યો હતો. પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.બી.સોલંકીને મળેલી ખાનગી બાતમીના આધારે સુરેન્દ્રનગર આંબેડકરનગર-1 હનુમાનજીના મંદિર નજીકની ગલીમા રેલ્વેના પાટા નજીક હિતેષ ઉર્ફે બોટી કનુભાઇ દુલેરાના રહેણાંક મકાનના પાછળના ભાગે હિતેષ તથા રવિએ પોતાના મકાનના પાછલા દરવાજાની પાસેની ચોકડીમાં તથા બોલેરો પીકઅપ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો.આ જથ્થામાં જુદી જુદી બ્રાન્ડની રૂ. 2 લાખ 44 હજાર 800ની કિંમતની કુલ 816 બોટલ, તથા બિયરના રૂ. 64 હજાર 800ની કિંમતના 648 ટિનનો સમાવેશ થતો હતો. આમ પોલીસે કુલ કિ. રૂ. 3 લાખ 09 હજાર 600નો જથ્થો તથા રૂ. 5 લાખની બોલેરો પીકઅપ ગાડી મળીને કુલ રૂ. 8 લાખ 09 હજાર 600નો મુદ્દામાલ ઝડપી પાડ્યો. આ સિવાય બંન્ને ઈસમ તથા બોલેરો પીકઅપ ગાડીના ચાલક તથા બીજા બે અજાણ્યા શખ્સો નાસી જતાં તેમની વિરૂદ્ધ પ્રોહી. એકટ મુજબ ગુનો લખાવામાં આવ્યો હતો. તેમજ કાયદેસરની તપાસ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ દરોડાના સમયે એ.એસ.આઇ. સરદારસિંહ ઘનશ્યામસિંહ, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હેમુભા તથા અજીતસિંહ નાગજીભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ વખતસિંહ, રાજુભાઇ લાલજીભાઇ, રાજુભાઇ જીવણભાઇ, કિશનભાઇ ભવાનભાઇ, અશ્વિનભાઇ ભીખાભાઇ તથા વુમન કોન્સ્ટેબલ હિનાબેન દેવજીભાઇ વગેરે સ્ટાફના માણસો હાજર હતા.