જામનગર તાલુકાનાં ખીજડીયા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

જામનગર તાલુકાનાં ખીજડીયા ગામે પંચકોશી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 4 ઇસમોને રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બધા સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જામનગર તાલુકા મથકથી દૂર આવેલ પંચકોશી એ ડિવિઝન પોલીસે કરેલ કાર્યવાહી દરમિયાન ઇસમોના કબજામાંથી રોક્ડ રૂ. 2160 મળી આવ્યા હતા. પોલીસે ઈસમોની સામે જુગારધારા મુજબ ફરિયાદ નોંધાવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.