સુરેન્દ્રનગર જિલ્લા સહિત 5 જિલ્લામાં બાઇકની તસ્કરી કરનારો શખ્સ પકડાયા

સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન તસ્કરીના બાઇક સાથે ઈસમ નિકળવા અંગે બાતમી મળી હતી.આથી પોલીસ ટીમે શંકાસ્પદ ઈસમને ઝડપી પાડી પૂછપરછ કરી હતી.જેમાં બાઇક તસ્કરીનું હોવાનું અને અન્ય બાઇકોની પણ તસ્કરી કરી હોવાનું કબૂલ્યું હતું. સુરેન્દ્રનગર સહિત અન્ય જિલ્લાઓમાંથી 15 બાઇક તસ્કરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ જિલ્લમાં મિલકત સંબંધી તસ્કરીના ગુનાઓ શોધી કાઢી ઇસમો પકડી પાડવા સૂચના આપી હતી. જેને લઇ એસઓજી પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનમાં એએસઆઇ પ્રવિણભાઇ આલ, દાજીરાજસિંહ, રવિભાઇ, હરદેવસિંહ, જગદીશભાઇ સહિત ટીમે પેટ્રોલિંગ કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત રિવરફ્રન્ટ રોડ પર હોવા દરમિયાન એક ઈસમ તસ્કરીના બાઇક સાથે નિકળવાનો હોવાની બાતમીને લઇ વોચ ગોઠવી હતી.શંકાસ્પદ ઈસમ જણાતા તેને અટકાવી પૂછપરછ હાથ ધરતા પોતે લીંબડીના નટવરગઢના રાહુલભાઇ જીવણભાઇ કાલિયા હોવાનુ જણાવ્યું હતું. બાઇકના કાગળ માગતા આપી શક્યો નહતો. આથી વધુ પૂછપરછમાં બાઇક તસ્કરીનું હોવાનું ખૂલ્યું હતું.અને વધુ પૂછપરછમાં અન્ય 2 વર્ષમાં અન્ય જિલ્લાઓમાંથી પણ 15 બાઇક ચોર્યાનું કબૂલાત બાઇક તસ્કરીનો ભેદ ઉકેલાયો હતો. આથી 15 બાઇક રૂ.1,71,500ના જપ્ત કર્યા હતા. એસઓજી પોલીસ ટીમે ઝડપાયેલા ઈસમ પાસે બાઇકના કાગળ અને વિગત માંગી હતી. પરંતુ તે આપી ન શકતા પોકેટ કોપની મદદથી બાઇકની વિગતો મેળવતા બાઇક અન્યનુ હોવાનુ જણાતા સધન પૂછપરછમાં બાઇક તસ્કરીનું હોવાનુ અને અન્ય બાઇકો પણ ચોર્યા હોવાનું ખુલવા પામ્યું હતું.