અંજારમાં આંક ફરકનો જુગાર રમતા બે શખ્સો ઝડપી પાડ્યા

ગાંધીધામ અંજાર પોલીસે બે દરોડા પાડી આંક ફરકનો જુગાર રમતા બે શખ્સોને રોકડ સાથે પકડી પાડ્યા છે.શહેરના ગંગાનાકા વિસ્તારમાં વરલી મટકાના જુગાર સામે પોલીસે ધોંસ બોલાવી જનતા હોટેલ નજીકથી મુસ્તાક હારૂન પીંજારાની રોકડ રૂ.1200 સાથે અટક કરી છે. આ કાર્યવાહીના થોડા સમય બાદ આ જ સ્થળેથી પોલીસે આ જ પ્રકારનો જુગાર રમતા શખ્સો રફીક હુસેન કુરેશીને પકડી પાડ્યો હતો. ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ રૂ. 1250 જપ્ત કરી લેવામાં આવ્યા હતા. પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.