શહેરના અખીલેશ સર્કલ પાસે મકાનમાં અને લીંબડાના ઝાડ નીચે રાખેલો વિદેશી શરાબનો જથ્થો પકડી પાડ્યો

શહેરમાં વિદેશી શરાબ મળી આવવાના અલગ અલગ બે બનાવોમાં ઘોઘારોડ પોલીસે તથા બોરતળાવ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. શહેરના અખીલેશ સર્કલ નજીક પારૂલ સોસાયટીમાં કલ્પેશ ધીરૂભાઈ માયડાના રહેણાંકી મકાનમાં વિદેશી શરાબ રાખી વેચાણ થતું હોવાની બાતમીના આધારે ઘોઘારોડ પોલીસે તપાસ કરતા કબાટમાં કાળા કલરની થેલી માંથી રૂ. 700ની કિંમતની વિદેશી શરાબની બે બોટલો મળી આવી હતી. આ અંગે ઘોઘારોડ પોલીસે કલ્પેશ ધીરૂભાઈ માયડા વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે અન્ય એક બનાવમાં ચિત્રા જીઆઈડીસી ગણેશ કાંટાની આગળ બીએમસી ફાર્મની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં લીમડા નીચે વિદેશી શરાબ રાખ્યો હોવાની બોરતળાવ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે તપાસ કરતા લીમડાના ઝાડ નીચે બોક્સમાં રાખેલી 37 નંગ વિદેશી શરાબની બોટલ તથા 5 નંગ બીયરના ટીન સાથે યોગેન્દ્ર જીતુભા રાઠોડને કુલ રૂ. 13,575ના મુદ્દામાલ સાથે બોરતળાવ પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસે યોગેન્દ્ર જીતુભા રાઠોડ તથા આ દારૂ આપી જનાર વિજય રાજુભાઈ મકવાણા વિરૂદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.