ગઢશીશાની દુકાનમાંથી ત્રણ ઇસમો દ્રારા ચોરીનો પ્રયાસ કરાયો

માંડવી તાલુકામાં તસ્કરીના બનાવોની સંખ્યા વધી રહી છે જેમાં બધુ એકનો ઉમેરો થયો હોય તેમ ગઢશીશામાં દુકાનમાંથી તસ્કરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતે ગઢશીશા પોલીસ મથકમાં ગઢશીશાના અંબિકાનગર શેરી નં 2 માં રહેતા કિશોર નાનજીભાઇ ચોપડાએ લખાવેલી ફરિયાદ પ્રમાણે તા 12 ના સવારના અરસામાં ગઢશીશા ગઢશીશાઆ આદર્શનગરમાં આવેલી દુકાનમાં મોઢા પર બુકાની બાંધીને ત્રણ અજાણ્યા ઇસમો દ્રારા દુકાનના તાળાં તોડીને અંદર પ્રવેશીને તસ્કરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાબતે ગુનો લખાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળને તપાસ હાથ ધરી છે.