શહેરમાં કસ્ટમ સુપ્રિટેન્ડન્ટના ઘરમાં રૂા. 2.40 લાખની તસ્કરી

જામનગર શહેરના મેહુલનગરમાં રહેતા કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ પરીવાર સાથે બહાર ગામ ગયા હતાં ત્યારે તેના ઘરે તસ્કરોએ ત્રાટકી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી રૂા. 2.40 લાખની તસ્કરી કરી જતાં પરત આવેલા અધીકારીએ પોલીસને જાણ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ છે. જામનગર શહેરના મેહુલનગર આઇઓસી કોલોનીમાં રહેતા અને કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા સુજીતકુમાર સુભાષકુમાર સિન્હા પોતાના પરીવાર સાથે બહાર ગામ ગયા હતાં, દરમિયાન તેમના બંધ મકાનમાં કોઇ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી ઘરમાં રાખેલા રોકડ રૂા. 22 હજાર તેમજ સોના-ચાંદીના દાગીના મળી રૂા. 2.40 લાખની તસ્કરી કરી જતાં પરત આવેલા કસ્ટમ સુપ્રિટેન્ડન્ટે આ અંગે સીટી-સી ડીવીઝન પોલસીને જાણ કરતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસે એફએસએલ અને ડોગ સ્કોડની મદદ લઇ તસ્કરને પકડવાની તપાસ હાથ ધરી છે.