આણંદ જિલ્લામાં ત્રણ સ્થળેથી જુગાર રમતાં 17 શખ્સોને ઝડપી પાડ્યા

આણંદ જિલ્લામાં ત્રણ સ્થળેથી જુગાર રમતાં 17 ઇસમોને પકડી પાડ્યા હતા. ત્રણ સ્થળમાં દેવા ગામ, ઉમરેઠ શહેર અને આણંદની મહાવીર ઝૂંપડપટ્ટીનો સમાવેશ થાય છે. પોલીસે રૂપિયા 22600નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. દેવા તળપદ ગામે લક્ષ્મીપુરા સીમમાં કાંસના પાળા ઉપર કેટલાંક ઇસમો ભેગા મળી પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દિલીપ મફત ગોહેલ, ગીરીશ પ્રતાપ બારૈયા, કાંતિ આશા ગોહેલ, અશોક જયંતી અમીન અને અનવર પ્રભાતસિંહ મહિડાને રૂપિયા 17,600ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. બીજી તરફ દેવા તળપદ ગામે લક્ષ્મીપુરા રોડ વડાતળાવની પાળેથી પ્રભાત હરમાન ગોહેલ, ભરત પ્રતાપ ગોહેલ અને અશોક બચુ લુહારને, ઉમરેઠ નગરમાં માર્કેટીંગ યાર્ડની દુકાનો પાછળ આવેલી ખુલ્લી જગ્યામાંથી અર્જુન ડાહ્યા સોલંકી, શૈલેષ શંકરલાલ દલવાડી અને ઐયુબ ઈસ્માઈલ વ્હોરા તથા આણંદ શહેરમાં આવેલી મહાવીર ઝુંપડપટ્ટીમાં જોગણી માતા મંદિર નજીકથી શ્યામ લક્ષ્મણ, વનરાજ ઝાલમસિંહ ઝાલા, અજય હસમુખ વસાવા, વિજય હસમુખભાઈ વસાવા, ભીખા અર્જુન રાજપુત અને ઈકબાલ દાઉદ વહોરાને જુગાર રમતાં પકડી પાડ્યા હતા.