વાસણા-સાયમામાં વિદેશી દારૂ સાથે 3 ઈસમ પકડાયા

બોરસદ તાલુકાના વાસણા ગામેથી બોરસદ શહેર પોલીસે મોપેડ પર બિયરની પાંચ બોટલો સાથે કુલ રૂપિયા 33 હજારના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડયો હતો. જ્યારે ખંભાત તાલુકાના સાયમા ગામેથી ખંભાત ગ્રામ્ય પોલીસે વિદેશી શરાબની બે બોટલો સાથે બે ઇસમોને પકડી પાડ્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ વાસણા(બો) ગામે રહેતો નિકુલકુમાર રસીકભાઈ ઠાકોર વાસણા(બો) છાવણી નજીક વિદેશી શરાબનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. પોલીસે પાંચ નંગ બોટલ તથા મોપેડ સાથે કુલ રૂપિયા 33 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એ જ રીતે બીજા બનાવમાં ખંભાત ગ્રામ્ય પોલીસે સાયમા ગામે રહેતા અજય ઉર્ફે લંગડો ઈશ્વરભાઈ ચૌહાણ અને સંજયકુમાર ભઈજીભાઈ રોહિતને બે વિદેશી શરાબની બોટલ સાથે પકડી પાડ્યા હતા.