બોરિયાવી પાટિયા પાસે વાહનની ટક્કરે ઈટોદા ગામના યુવાનનું મૃત્યુ

મહેસાણાના વડોસણ, હેમાજીપુરામાં રહેતાં કેશાજી રેવાજી ઠાકોરને રાત્રિના અરસામાં ખબર પડી કે તેમના સાળા બચુજી મણાજી ઠાકોરનો બોરીયાવી પાટીયા પાસે અકસ્માત થયો છે જેથી તેઓ સ્થળ પર દોડી ગયા હતા. આ દરમિયાન ઇજાગ્રસ્તને એમ્બયુલન્સમાં મહેસાણા સિવિલ લઇ જવાતાં તબીબે મૃત જાહેર કર્યા હતા અને કેશાજીએ મૃતકને દેખતા ઇટોદાના તેમના સાળા બચુજી મણાજી ઠાકોર હોવાની ઓળખ કરી હતી. બાદમાં હોસ્પિટલમાં મૃતક બચુજી ઠાકોરની લાશનું પી.એમ. કરીને પરિવારને સોપી હતી. આ બનાવ મુજબ કેશાજી રેવાજી ઠાકોરે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવી હતી.