માળિયા પંથકનાં જલંધર ગામે મારી ભેંસ સાથે બાઈક કેમ અથડાવી કહી લાકડી વડે હુમલો કર્યો

માળિયા પંથકનાં જલંધર ગામે રહેતા એક ઇસમે યુવાનને કહ્યું હતું કે, મારી ભેંસને બાઈક કેમ અડાડી બાદમાં લાકડી વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગેની પોલસમાંથી મળતી વિગત અનુસાર માળિયાનાં જલંધર ગામે રહેતા ડેવીડભાઈ ગોવિંદભાઈ ચૌહાણ બાઈક લઈને જઈ રહ્યાં હતા. ત્યારે મેહુલની ભેંસો સમુહમાં નિકળી હતી. ત્યારે મેહુલે ડેવીડને કહ્યું હતું કે, મારી ભેંસને કેમ બાઈક અડાડી એમ કહી લાકડી વડે હુમલો કરતા આ યુવાનને ઈજા થઈ હતી.અને મેહુલ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો. જ્યારે માંગરોળમાં રહેતા ફૈયાજ હુસેન તાજા, હસન મુસા તાજા, હુસેન મુસા તાજાએ અબ્દુલ રહેમાનભાઈની દુકાને આવી અબ્દુલભાઈને કહ્યું હતું કે, બેટ બાકીમાં આપવા પડશે. બાદમા માર મારી ધમકી આપી હતી. આ ઉપરાંત દુકાનનાં ટેબલનાં અને કાંડા ઘડીયાળનાં કાચ તોડી નુકસાન કરતા ત્રણ સામે ફરિયાદ લખાવાઈ છે. જ્યારે ફૈયાજભાઈ તાજાએ લખાવેલી ફરિયાદ મુજબ તે અબ્દુલ રહેમાન, અબ્બાસ અબ્દુલની દુકાને બેટ બાકીમાં લેવા જતા આ બંનેને  માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.