ઓખા-મીઠાપુર ધોરીમાર્ગ પર બાઇક રિક્ષા સાથે અથડાતા રીક્ષામાંથી ફંગોળાતા આધેડનું મૃત્યુ

ઓખા-મીઠાપુર ધોરીમાર્ગ પર બાઇક રીક્ષા સાથે અથડાતા થયેલા અકસ્માતમાં રીક્ષામાંથી ફંગોળાતા આધેડનું મૃત્યુ નિપજયું હતું. આધેડ વાહણનો સામાન લેવા રીક્ષામાં જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. બેટ-દ્રારકા રહેતા મૂળ મહુવાના બોરડી શેરી ગામના રામજીભાઇ મેઘાભાઇ બારિયા તેમના વહાણનો સામાન લેવા રીક્ષા નં.જીજે-10-ટીવી-3925 માં બેસીને મીઠાપુર જતા હતાં.આ દમ્યાન ઓખા-મીઠાપુર હાઇવે પર પેટ્રોલપંપ નજીક કાળા કલરના સ્પોર્ટ બાઇકના ચાલકે પોતાનું બાઇક પૂર ઝડપે ચલાવતા રીક્ષા સાથે અથડાયું હતું. આથી અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર મેઘાભાઇ રીક્ષામાંથી ફંગોળાઇને નીચે પટકાયા હતાં. આથી તેને ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે દ્વારકા અબોટી પાડામાં રહેતા મજીદભાઇ કારાણીએ ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.