મોરબી તાલુકાના ઘૂંટૂં ગામ નજીકથી 44 બોટલ દારૂ પકડી લેવાયો

મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી જે મુજબ કિશોરભાઈ બચુભાઇ બળોધરા નીચી માંડલ, હિતેશભાઈ વાણંદના મકાનમાં ભાડેથી રહેતા હોય, પોતાના ભોગવટાવાળા મકાન નજીક એક સિલ્વર કલરની જીજે 03 ઇઆર 2542માં ઈંગ્લીશ દારૂનું ચોરી છુપીથી વેચાણ કરે છે. તેવી ચોકકસ હકીકતને આધારે દરોડો પાડતા ફોર્ડ કંપનીની ફીગો કારમાથી જુદી જુદી બ્રાન્ડની રૂ.18,300ની કિંમતની 54 બોટલ નંગ-તેમજ ડીલક્ષ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ રૂ.25,500ની કિંમતની 48 બોટલ ઝડપી પાડી હતી.પોલીસે શખ્સો પાસેથી તથા રૂ. 1 લાખ મળી કૂલ રૂ.1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ત્યારે આજે પોલીસે પુર્વ બાતમીના આધારે ત્રાટકીને અનેકોના મનની મનમાં જ રાખી દીધી હતી.અન્ય એક બનાવમાં મોરબી ધુટુ ગામ બસ સ્ટેશન પાસેથી એલસીબી ટીમે જીજે12 ડીએ 4153 નંબરની કાર આવતા તેને રોકી ચેક કરતા પાછળની શીટ નીચે બનાવેલ ચોરખાનામાથી અંગ્રેજી દારૂની બોટલો નંગ 44 કિંમત રૂ.26,600 મળી આવતા ગાડીના ડ્રાઇવરનું નામ પુછતા કચ્છના રહેવાસી રવિરાજસિંહ દાદુભા જાડેજા તથા બાજુમાં બેઠેલ શખ્સનું નામ ચનુભા લક્ષ્મણસિંહ વાધેલા હોવાનું જણાવતા બન્ને શખ્સોને કુલ રૂ.2,26,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો લખાવીને આગળની કાયદેસરની તપાસ આદરી છે.