પોરબંદરનાં મોરાણા ગામેથી મંદિરની દાનપેટીમાંથી તસ્કરી કરનાર પકડાયો

પોરબંદર તાલુકાના મોરાણા ગામે આવેલ વિંધ્યવાસિની માતાજીના મંદિરમાં રાખવામાં આવેલ દાનપેટીમાંથી કોઈ અજાણ્યા ઈસમ રોકડ રકમ તસ્કરી કરી ગયેલ હોય જે બાબતે મોરાણા ગામના સરપંચ નારૂભા બહાદુરસિંહ જેઠવા એ બગવદર પોલીસ મથકમાં ફરિયાદ લખાવવામાં આવેલ છે. જેમાં 5500 થી 6000 ની તસ્કરી થયેલ હોય તે બાબત જણાવવામાં આવેલ જેથી બગવદર પોલીસ મથકના પી.એસ.આઇ એચ.સી. ગોહિલ દ્વારા આ તસ્કરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવેલ અને ખાનગી બાતમી રાહે પણ તપાસના ચક્રો ગતિમાન કરેલ.જેથી બગવદર પોલીસના હેડ કોન્સ્ટેબલ બીડી ગરચર તેમજ સતુભા સોલંકી ને બાતમી મળેલ કે બગવદર મોઢવાડા રોડ ઉપર આવેલ ટ્રાવેલ્સની ઓફીસ કે જ્યાં પરપ્રાંતીય મજૂરો આવક જાવક કરે છે ત્યાં આ તસ્કરી કરનાર ઈસમ ટ્રાવેલ્સ બસમાં તેમના વતન જવા માટે આવવાનો હોય અને જેથી બગવદર પોલીસે વોચ ગોઠવતા આ ઈસમને બસમાંથી પકડી લેવામાં આવેલ.આ તસ્કરી કરનારા ઈસમનું નામ મુકેશ અભેસિંગ ભીંડે. ઘુમસા ગામ તા.જી. અલીરાજપુર, મધ્યપ્રદેશનો રહેવાસી છે.આ તસ્કરી કરનાર ઈસમ પાસેથી રૂ.6010 ચોરીના મળી આવેલ છે. આ ઈસમની કાયદેસર ધરપકડ કરી વધુ કાર્યવાહી બગવદર પી.એસ.આઇ એચ.સી. ગોહિલ ચલાવે છે.