અમદાવાદમાં પતંગની તસ્કરીના ગુનામાં સપડાયેલ ઈસમ 40 હજારના મુદ્દામાલ સાથે પકડાયો

અમદાવાદમાં તસ્કરીના ગુનામાં સપડાયેલા ઇસમોને શોધી કાઢવા માટે પોલીસ સક્રિય થઈ છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ શહેરના રાણિપ પોલીસ મથકમાં દાખલ થયેલા તસ્કરીના ગુનાના ઈસમને 40 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ઇસમોએ તસ્કરી કરેલો માલ લઈ જવા માટે લોડિંગ રીક્ષા ભાડે કરી હતી. જે દૂધેશ્વરમાં ફેરા મારી રહી છે. પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવીને ઈસમને પકડી પાડ્યો હતો. પોલીસને ઈસમ પાસેથી પતંગના 20 બંડલ મળ્યાં. પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવીને લોડિંગ રીક્ષાના માલિક હસમુખભાઈ પરમારને પકડ્યા હતાં. તેમની પુછપરછ કરતાં એવું જણાવ્યું હતું કે, 7મી ડિસેમ્બરે સવારના અરસામાં પ્રજ્ઞેશભાઈ ઉર્ફે ભોલો પટેલે પોતાની સાથે ફેરો મારા માટે કહ્યું હતું. તેઓ લોડિંગ રિક્ષા લઈને રાણીપ સિદ્ધિ વિનાયક શોપિંગ એવેન્યૂમાં રાજ બાઈક્સ નામની દુકાન ખાતે ગયાં હતાં. ત્યાંથી પ્રજ્ઞેશભાઈએ પોતાની ચાવીથી દુકાનના શટર ખોલીને પતંગના 20 બંડલ લઈને મહાવીર વૂડ વર્કસ નામની દુકાનના માલિકને ડીલીવર કર્યા હતાં. આ ફેરો મારવા બદલ પ્રજ્ઞેશભાઈએ 700 રૂપિયા ભાડું ચુકવ્યું હતું. ઈસમ અગાઉ લાયસન્સ વિનાના ફટાકડા વેચવાના ગુનામાં ઝડપાયો હતો. પોલીસે આ લોડિંગ રિક્ષા ચાલકને સાથે રાખીને પોલીસે મહાવીર વુડ વર્ક્સ નામની દુકાન ખાતે તપાસ કરતાં ઈસમ નરેશ સિસોદિયા મળી આવ્યો હતો. પોલીસે તેને સાથે રાખીને તેની દુકાનમાં તપાસ કરતાં દુકાનમાંથી ખાખી તથા સફેદ કલરના કાગળમાં લપેટેલા પતંગના 20 પાર્સલ મળી આવ્યાં હતાં. પોલીસે ઈસમને પકડવા તપાસ શરૂ કરી છે. આ ગુનાનો ઈસમ અગાઉ શાહપુર પોલીસ સ્ટેશનમાં લાયસન્સ વગરના ફટાકડા વેચવાના ગુન્હામાં ઝડપાયેલ છે.