બાકરોલ એસ્ટેટમાંથી 17 લાખના દારૂ સાથે 2 શખ્સો ઝડપાયા

બાકરોલ ગામની સીમમાંથી બાતમીને આધારે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના શેડમાંથી ચપ્પલ બનાવવાની આડમાં છુપાવેલ દારૂની રૂપિયા 1707600 ની કિંમતનો 5220 બોટલોના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડ્યા છે.આ અંગે કણભા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કણભા પાસેના બાકરોલ ગામની સીમમા આવેલ સાહિત્ય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના શેડ નંબર 163 E માં ચપ્પલ બનાવવાની આડમાં ભારતીય બનાવટ નો વિદેશી શરાબની બોટલ વેચાણ માટે છુપાવી હોવાની બાતમી મળતા કણભા પીઆઇ આર એસ તેમજ અસલાલી સર્કલ ઇન્સ્પેકટર વાય.બી.ગોહિલની ટીમે દરોડો પાડતા ભારતીય બનાવટની વિદેશી શરાબની 294 પેટીઓ જેમાં છુપાવેલ 5220 નંગ બોટલો જેની કિંમત 17,07,600 પકડી પાડ્યા હતા દારૂસેલના ના વિપુલ જથ્થા સાથે બે શખ્સો શ્રવણ ડુંગરા રામ, રોવીન્સ કૌશલ નરેશ ત્યાગીને પકડી પાડી શરાબનો જથ્થો કોને મોકલવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી હતી.