ગોંડલના દેરડીકુંભાજી ગામે આવેલા બંધ ઘરને નિશાન બનાવતા તસ્કરો

ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે બંધ મકાનમાં તસ્કરો ખાબક્યા હતા રેલવે સ્ટેશન નજીક રમેશભાઈ ભીખાભાઈ ગોંડલીયાના ઘરમાં ભાડેથી રહેતા રૂબી ફેશન વાળા મુકેશભાઈ બાવાભાઈ માંગરોલીયાના બંધ ઘરના દરવાજાના તાળા તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશી કબાટ તોડીને તિજોરીમાં રાખેલા વેપારના રૂપિયા એક લાખ ત્રીસ હજાર રોકડા તેમજ ચાંદીની કડલીઓ, જાંઝરી, કંદોરો, સોનાનું પેન્ડલ, સાડીઓ સહિતની વસ્તુઓની ચોરી કરી ગયા હતા, તેમજ રૂમના તાળા તોડીને કબાટની તિજોરી તોડી હતી. જ્યારે આ બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. આસપાસના ફૂટેજ મેળવીને ચોર કેટલા હતા અને તેની ગતિવિધિ જાણવા તપાસ આરંભી હતી.