અડાલજમાં કારમાંથી 80 હજારની માલમતાની તસ્કરી

અમદાવાદમા રહેતો પરિવાર પાલનપુર રહેતા મિત્રને મળવા જઇ રહ્યો હતો. તે દરમિયાન સાથે રહેલી દિકરીને ભૂખ લાગતા અડાલજમા આવેલી દુકાને નાસ્તો કરવા રોકાયો હતો જ્યાં કારમાંથી ઉતરી સીધા જ દુકાને નાસ્તો કરવા પહોંચ્યા હતા. પરંતુ કારને લોક કરવાનુ ભૂલી જતા અજાણ્યા ચોર 80 હજારની માલમત્તા લઇને રફુચકર થઇ ગયો હતો. જેને લઇને અડાલજ પોલીસ સ્ટેશનમા ચોરીની ફરિયાદ કરવામા આવતા તપાસ હાથ ધરી હતી.મળતી માહિતી અનુસાર કૌશલ વિજયકુમાર શાહ પ્લંબીંગનો ધંધો કરે છે. ત્યારે તેમના સહિત તેમના પત્નિ અને બે બાળકી સાથે પરિવાર પાલનપુરમા રહેતા તેમના મિત્રને મળવા જઇ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર અડાલજથી આગળ જવા નિકળી રહી હતી. ત્યારે તેમની બે દિકરીને ભૂખ લાગતા કારને અડાલજ નાસ્તાની દુકાન આગળ ઉભી રાખી હતી.તે સમયે તેમની કારમાંથી ઉતરીને નાસ્તો કરવા પહોંચ્યા હતા. પરંતુ તે સમયે કારને લોક મારવાનુ રહી ગયુ હતુ, જ્યારે તેમા તેમની પત્નિનુ પર્સ સહિતનો સામાન કારમાં રાખેલો હતો. જ્યારે નાસ્તો કરીને પરત આવ્યા તે સમયે કારનો ડ્રાઈવર સાઇડનો પાછળનો દરવાજો ખુલ્લો હતો.જેથી કારમા સામાનની તપાસ કરવામા આવતા એક મોબાઇલ, મોતીનુ ડાયમંડવાળુ સોનાનુ મંગળસૂત્ર, ગોલ્ડન કલરની ઘડીયાળ, એટીએમ બેંકના કાર્ડ, લાયસન્સ અને આશરે 4 હજાર રોકડ સહિત 79 હજારનો મુદ્દામાલની ચોરી કરી તસ્કરો રફુચકર થઇ ગયો હતો. આ અંગે ચોરીની ફરિયાદ અડાલજ પોલીસમા લખાવતા ગુનો દાખલ કરી આગળની તપાસ  હાથ ધરી હતી.