કુડાસણમા રહેતા અને ગિફ્ટ સિટીના યુનિટ હેડના બુલેટની તસ્કરી

કુડાસણમા રહેતા અને ગિફ્ટ સિટીમાં યુનિટ હેડ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘર આગળ પાર્કિંગમા પાર્ક કરવામા આવેલા બુલેટની તસ્કરી થતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમા તસ્કરીની ફરિયાદ લખાવતા કાર્યવાહી હાથ ધરી હતી.પંકજભાઇ કાલુરામ સોની ગિફ્ટ સિટીમા આવેલા બરોડા ગ્લોબલ શેયર્ડ સર્વિસીસ કંપનીમા યુનિટ હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.ત્યારે પોતાના કામ અર્થે અવર જવર કરવા એક બુટેલની ખરીદી કરી હતી. ત્યારે બુલેટને ઘર આગળના પાર્કિંગમા પાર્ક કરાયુ હતુ. છેલ્લે 5 ડીસેમ્બરના રોજ જોવા મળ્યુ હતુ. જ્યારે 11 ડીસેમ્બરના સવારના અરસામાં બુલેટ તરફ નજર નાખતા જોવા મળ્યુ ન હતુ. જેને લઇને તપાસ કરી હતી.