લવારપુર ગામમાં શિક્ષકના ઘરમાંથી 8.25 લાખના દાગીનાની તસ્કરી

લવારપુર ગામમા રહેતા અને મહેલજમા આવેલી પ્રાથમિક શાળામા આચાર્ય તરીકે ફરજ બજાવતા કર્મીના ઘરમા ખાતર પડ્યુ છે.પરિવારના સભ્યો રાજકોટના રસધારમા સ્વામી નારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમા ગયા હતા. જ્યારે ઘરે તેમના કાકા કાકી સૂવા માટે આવ્યા હતા. તે સમયે તસ્કરોએ ઘરના દરવાજે મારેલુ તાળુ તોડી ઘરમા પ્રવેશ કરી 8.25 લાખના દાગીના સહિત રોકડની તસ્કરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવની ફરિયાદ ડભોડા પોલીસ સ્ટેશનમાં લખાવતા કાર્યવાહી હાથ ધરી હતી.હિમાંશુ ઘનશ્યામભાઇ પટેલ મહેલજ પ્રાથમિક શાળામા પાંચ વર્ષથી આચાર્ય તરીકે નોકરી કરે છે. ગત 9 ડીસેમ્બરના રોજ નાનો ભાઇ અને તેમની માતા અલ્કાબેન રાજકોટ સ્વામિ નારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા ગયા હતા.જ્યારે તેમના પિતા 12મી ડીસેમ્બરે લવારપુરના ઘરને તાળુ મારીને રસધાર ગયા હતા. જ્યારે ઘરની રખેવાળી કરવા માટે પાસે રહેતા કાકા કાકીને સુવાનુ કહી ગયા હતા અને બંને ત્યાં જ સુઇ ગયા હતા. પરંતુ કાકા કાકી સવારના અરસામાં જોયુ તો ઘરના મુખ્ય દરવાજે લગાવેલુ તાળુ તુટેલુ હતુ.